Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

પર્થ ટેસ્ટમાં પીચની ઘાસવાળી પ્રકૃતિ અને ગરમ મોસમને કારણે ટોસ ગુમાવવા સારો રહેશે :ઓસીઝ સુકાની ટિમ પેને

ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને ભારતની સામે યોજાનારી બીજી ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે પિચની ઘાસવાળી પ્રકૃતિ અને ગરમ મોસમને જોઇને ટૉસ ગુમાવવો વધુ સારો રહેશે. સાથે તેમણે ભારતીય ખેલાડીઓના વખાણ પણ કર્યા હતા

 તેમણે કહ્યું કે ભારતની પાસે તાકાત છે અને પર્થમાં કેટલાંક નવા ખેલાડી અમારી સામે હશે. અત્રે ઉલ્લેખનીય છે કે એડિલેડમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત નોંધાવી હતી.

   પેને આપ્ટ્સ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ અંગે કહ્યું,‘મારું કહેવુ છે કે ટૉસ ગુમાવવો વધુ સારું રહેશે. જો સાચુ કહુ તો મે આજે આ અંગે સવારે ક્યૂરેટર સાથે વાતચીત કરી. મને લાગતુ નથી કે પિચ આટલી ખરાબ હશે.અહીં વન-ડે અને ટી-20 માટે, બંને વિકેટ વ્હાઇટ બોલના ક્રિકેટ માટે ખરેખર ઘાસથી ભરપૂર લાગી રહ્યા હતાં, પરંતુ તેની પર ખાસ્સી રમત સારી થઇ.’

(8:37 pm IST)