Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

26મી ડિસેમ્બરથી પહેલીવાર ચાર દિવસીય ટેસ્ટમેચ રમાશે

સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં ખેલાશે જંગ :દરરોજ 98 ઓવરની રમત અને 150 રનની લીડ હશે તો ફોલોઓન કરી શકાશે.

નવી દિલ્હી :આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની પહેલ પર ચાર દિવસીય ટેસ્ટ મેચ યોજાનાર છે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં 26મી ડિસેમ્બરથી પ્રથમ ચાર દિવસીય ટેસ્ટ મેચનું આયોજન થશે

  હાલમાં પાંચ દિવસની ટેસ્ટ મેચ રમાય છે જેમાં દરરોજ 90 ઓવરની રમત યોજાય છે પરંતુ ચાર દિવસીય ટેસ્ટમાં પ્રતિ દિવસ અડધો કલાક વધારે મેચ રમાશે જેને કારણે દરરોજ 98 ઓવરની રમત શક્ય બનશે.અન્ય નિયમોમાં પણ બદલાવ કરાયા છે જે મુજબ પ્રથમ ઇનિંગના આધારે 150 રનની લીડ હશે તો વિરોધી ટીમને ફોલોઓન કરી શકાશે.

 

(11:40 pm IST)