Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

કિંગ્સ ઇલેવન પંજાબે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રેડ હોઝની મુખ્ય કોચ તરીકે નિમણુંક કરી

નવી દિલ્હી:ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવન પંજાબે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રેડ હોઝને પોતાના મુખ્ય કોચ તરીકે નિમણુંક કર્યા છે. બ્રેડ હોઝ આ અગાઉ, ગુજરાત લાયન્સના પણ કોચ રહ્યા છે. તે વીરેન્દ્ર સહેવાગહને રિપોર્ટ કરશે જે ટીમના માર્ગદર્શક અને દિગ્દર્શક છે.સંજય બાંગરે ૨૦૧૬ માં ટીમના મુખ્ય કોચ પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ વીરેન્દ્ર સહેવાગને માર્ગદર્શક તરીકે ૨૦૧૭ સીઝનમાં ટીમની જવાબદારી છોપવા આવી હતી. તેમ છતાં પંજાબની ગઈ સીઝન આઈપીએલમાં ખાસ રહી નહોતી.

(5:50 pm IST)