Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

યાદ હૈ વો દિન

નવી દિલ્‍હીઃ ક્રિકેટપ્રેમીઓ માટે એક યાદગાર દિવસ રહ્યો હતો કેમ કે ૨૦૧૪માં એ દિવસે રોહિત શર્માએ ર૬૪ રનનો વ્‍યક્‍તિગત સ્‍કોર બનાવી વિશ્વ વિક્રમ બનાવ્‍યો હતો. શ્રીલંકા સાથે ૨૦૧૪માં રમાયેલી પાંચ વન-ડે મેચની સિરીઝમાંની ચોથી મેચ ક્‍લકત્તાના ઇડન ગાર્ડન્‍સમાં રમાઈ હતી જેમાં હિટમેને ૩૩ બાઉન્‍ડ્રી અને ૯ છગ્‍ગાની મદદથી ર૬૪ રન બનાવ્‍યા હતા. શ્રીલંકા માટે કપરી વાત એ હતી કે જયારે રોહિત ચાર રને બેટિંગ કરી રહ્યો હતો ત્‍યારે થિસારા પરેરાએ તેનો કેચ ડ્રોપ કર્યો હતો. ભારતે આ મેચમાં પાંચ વિકેટે ૪૦૪ રન બનાવ્‍યા હતા જેની સામે શ્રીલંકન ટીમ ર૫૧ રનમાં પેવિલિયન ભેગી થઈ હતી. આ મેચ ભારતે ૧૫૩ રનથી જીતી હતી. ભારતની ઈનિંગમાં છેલ્લા બોલમાં રોહિત આઉટ થયો હતો. આઇસીસીએ પોતે ટ્‍વિટર પર રોહિતનો ફોટો શેર કરીને આ દિવસની યાદ અપાવી હતી.

 

(4:06 pm IST)