Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ભીના ગ્રાઉન્‍ડ પર જુનો પિન્‍ક બોલ કેવી મૂવ મેન્‍ટ કરશે એ જોવા જેવું રહેશેઃ કોહલી

હવે લાલ બોલની સાથે પિન્‍ક બોલથી રમવા ઉપર ધ્‍યાન આપવું પડશે

ઈન્‍દોરઃ પિન્‍ક બોલ વિશે કોહલીએ કહ્યું હતું કે મારા મતે ટેસ્‍ટ ક્રિકેટ માટે આ એક સારી તક છે. પરમ દિવસે જ હું પિન્‍ક બોલથી રમ્‍યો અને મને લાગ્‍યું કે આ પિન્‍ક બોલ લાલ બોલ કરતાં વધારે સ્‍વિંગ થાય છે. કદાચ એના પર વધારે લેકર હોવાને લીધે એ વધારે સ્‍પીડ પકડતો નથી. ટેસ્‍ટ મેચની વાત છે ત્‍યાં સુધી જો પિચથી બોલરોને મદદ મળે તો તેઓ ગેમમાં સારૂં પ્રદર્શન કરી શકશે.

મને નથી ખબર કે જૂનો થયેલો બોલ કેવું વર્તન કરે છે. જોકે એ જોવું ખરેખર મજેદાર રહેશે કે ભીનાશમાં આ બોલ કેવી મૂવમેન્‍ટ્‍સ લે છે. હું પિન્‍ક બોલથી પહેલાં નથી રમ્‍યો, પણ મને એ તક આપવામાં આવી છે કે આ બૌલ સાથે રમી શકું અને એ પ્રમાણે જ મેં મારૂં માઇન્‍ડસેટ તૈયાર કર્યું છે. લાલ બોલથી રમ્‍યા બાદ અચાનક પિન્‍ક બોલથી રમવા માટે વધારે ધ્‍યાન આપીને રમવાની જરૂર છે.(૩૦.૫)

(4:02 pm IST)