Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે તૈયાર બાંગ્‍લાદેશનો કેપ્‍ટન મશરફે મોર્તઝા

બાંગ્‍લાદેશ ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્‍ટન મશરફે મોર્તઝાએ રાજનીતિના મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. વળી આ માટે તેને વડાપ્રધાન શેખ હસીના પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. બાંગ્‍લાદેશનો વન-ડે કેપ્‍ટન મોર્તઝા આવતા મહિને આયોજીત થનારા જનરલ ઈલેકશનમાં સત્તાધારી પાર્ટી અવામી લીગના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. મોર્તઝા પોતાના ઘરઆંગણેના જિલ્લાની બેઠક નરાઈલ પરથી ચૂંટણી લડશે. મોર્તઝા ભલે ટેસ્‍ટ અને ટી-૨૦માં ન રમ્‍યો હોય, પરંતુ વન-ડેમાં ટીમનો કેપ્‍ટન પણ છે.

 

(4:43 pm IST)
  • ગુજરાતમાં IAS અધિકારી સસ્પેન્ડ: જૂનાગઢના તત્કાલિન કમિશનર વી.જે.રાજપૂત સસ્પેન્ડ:2009ની બેચના IAS અધિકારી છે વી.જે.રાજપૂત:ભ્રષ્ટાચાર સામે CMનો કડક નિર્ણય:જૂનાગઢ કોર્પોરેશનમાં આચરી હતી ગેરરીતિ:IAS અધિકારીઓમાં ફેલાયો ફફડાટ access_time 5:46 pm IST

  • મધ્યપ્રદેશ ભાજપમાં બગાવતના સુર :ગ્વાલિયરના પૂર્વ મેયર સમીક્ષા ગુપ્તાએ રાજીનામુ ફગાવ્યું ;પાર્ટી પર દિનદયાલ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના સિદ્ધાંતોથી ભટકવાનો લગાવ્યો આરોપ :ગ્વાલિયર દક્ષિણ સીટની દાવેદાર સમીક્ષા ગુપ્તાએ વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત પાર્ટીએ મંત્રી નારાયણસિંહ કુશવાહને ટિકિટ આપી છે access_time 12:20 am IST

  • છત્તીસગઢ : બીજાપુરમાં નકસલી હુમલો : ૫ જવાનોને ઇજા access_time 11:54 am IST