Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જોકોવિચે મેળવી સીઝનની 50મી જીત

નવી દિલ્હી: વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે અમેરિકાના જ્હોન ઇસ્નેરને હરાવી સિઝનમાં પોતાની ૫૦મી જીત મેળવી હતી. જોકોવિચનો વર્ષે જીત-હારનો રેકોર્ડ ૫૦-૧૧ રહ્યો છે. જોકોવિચની એટીપી ફાઇનલ્સમાં કુલ ૩૨મી જીત હતી. પાંચ વખતના એટીપી ફાઇનલ્સ ચેમ્પિયન ૩૧ વર્ષીય જોકોવિચ પોતાના છઠ્ઠા ટાઇટલ માટે અહીં ઊતર્યો છે અને જો તે ટાઇટલ જીતવામાં સફળ થાય તો રોજર ફેડરરના રેકોર્ડની બરાબરી કરી લેશે. ફેડરર અહીં વખત ચેમ્પિયન રહી ચૂક્યો છે.જોકોવિચે ઇસ્નેરને મેચમાં -, -૩થી હાર આપી હતી. બીજા રાઉન્ડમાં જોકોવિચનો સામનો એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે થશે. ઝવેરેવે ક્રોએશિયાના મારિન સિલિચને -, -૬થી પરાજય આપ્યો હતો. સિલિચ સામે ઝવેરેવનો સતત છઠ્ઠો વિજય હતો.જોકોવિચે ત્રણ વખત ઇસ્નેરની સર્વિસ તોડી જ્યારે પોતાની સર્વિસ પર એક પણ બ્રેક પોઇન્ટ ગુમાવ્યો નહોતો. તેણે પોતાની સર્વિસ પર ૮૬ ટકા પોઇન્ટ જીત્યા હતા. જોકોવિચ પોતાની કારકિર્દીમાં ૧૧મી વખત એટીપી ફાઇનલ્સ રમી રહ્યો છે. તેણે ૨૦૦૯માં ઓટુ એરેનામાં પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. તે પછી તે ૨૦૧૨થી ૨૦૧૫ સુધી સતત ચાર વખત એટીપી ફાઇનલ્સનો ચોમ્પિયન રહ્યો હતો.

 

(4:27 pm IST)