Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

શ્રીલંકાના પૂર્વ ઓલરાઉન્ડર દિલહરા લોકુહેતિયેન થયો નિલંબિત

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) મંગળવારે શ્રીલંકાના પૂર્વ ઓલરાઉન્ડર દિલહરા લોકુહેતિયેને નિલંબિત કરી દીધો છે. આઇસીસી દિલહારાને ગત વર્ષે સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)માં થયેલ ટી-10 લીગમાં મેચ ફિક્સિંગનો આરોપી બનાવ્યો છે. આઇસીસીએ કહ્યું કે, તેમણે અમીરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) તરફથી લોકુહેતિગે વિરૂદ્ધ આરોપો નક્કી કર્યા છે. પૂર્વ ક્રિકેટરને ઇસીબીની આચાર સંહિતા માટે ટી-10 લીગમાં ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી નિયુક્ત કર્યો હતો. શ્રીલંકા તરફથી નવ એક દિવસીય આંતરરાષ્ટ્રીય અને બે ટી-20 રમનાર લોકુહેતિગે પર ઇસીબીએ ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા અંતર્ગત ત્રણ આરોપો નક્કી કર્યા છે. આરોપ છે કે, લોકુહેતિગેએ ઘરેલુ મેચને ફિક્સ કરવા અને અનુચિત રીતે પ્રભાવિત કરી.લોકુહેતિગેએ ટી-10 પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો અને તેની પાસે આરોપોનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય છે. શ્રીલંકા ક્રિકેટને ભૂતકાળમાં ઘણા ભ્રષ્ટાચારના મામલાનો સામનો કરવો પડ્યો છે. આઇસીસીએ શ્રીલંકાના પૂર્વ ઝડપી બોલર નુવાન ઝોયાસા પર પણ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો અને 31 ઓક્ટોબરે તેને અસ્થાઇ રુપે નિલંબિત કરી દીધો હતો.સનથ જયસૂર્યા પર પણ આઇસીસીની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા અંતર્ગત બે આરોપો લાગેલા છે, જેનાથી શ્રીલંકાનાં પૂર્વ કપ્તાને ઇન્કાર કર્યો છે. ત્યાં જોયાસાને પણ તેના પદથી હટાવી દેવામાં આવ્યો છે. આઇસીસી હાલમાં શ્રીલંકા ક્રિકેટમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરી રહ્યું છે. હાલમાં વિશ્વકપ વિજેતા બેટ્સમેન સનથ જયસૂર્યા પર તપાસમાં સહયોગ નહી આપવાનો પણ આરોપ લાગ્યો હતો.પૂર્વ ઝડપી બોલર જોયાસે શ્રીલંકા માચે 30 ટેસ્ટ અને 95 વન ડે મેચ રમી ચૂક્યો છે. તેને સપ્ટેમ્બર 2015માં શ્રીલંકાનો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો હતો. તેના પર કલમ 2 . 1 . 1, 2 . 1 . 4 અને 2 . 4 . 4ના ઉલ્લંધનનો આરોપ છે.

(3:07 pm IST)