Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોન હેસ્ટિંગ્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સન્યાસ

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોન હેસ્ટિંગ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હેસ્ટિંગ્સના આ નિર્ણય પાછળ ફેફસાની રહસ્યમય બિમારી હોવાનું જાણવા મળ્યુ છે. હેસ્ટિંગ્સના જણાવ્યા પ્રમાણે મેદાન પર ક્રિકેટ રમવાના લીધે મારા ફેફસામાં નાની રક્તકોશિકા ફાટી ગઈ હતી. જેના લીધે હોસ્ટિંગ્સની ક્રિકેટ કરિયરનો અંત આવી ગયો છે.

(12:32 pm IST)