Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

બ્રેઇન ટ્યુમર સામે લડી રહ્યો બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર મોશહરાફ હુસૈન: ICU માં દાખલ

 નવી દિલ્હી: બાંગ્લાદેશના ક્રિકેટર મોશહરાફ હુસૈન રુબેલને અહીંની હોસ્પિટલમાં ICU માં દાખલ કરવામાં આવ્યા છે. તે લાંબા સમયથી મગજની ગાંઠ સામે લડી રહ્યો છે. રૂબેલ 2008 થી 2016 સુધી બાંગ્લાદેશ માટે પાંચ વનડે રમ્યો છે. બાંગ્લાદેશના ડેલી સ્ટાર અખબારના અહેવાલ મુજબ રુબેલના પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે તેમની તબિયત અચાનક બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરો હાલમાં તેની ICU માં સારવાર કરી રહ્યા છે.

(5:38 pm IST)