Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ટીમને મજબૂત સ્થિતિમાં લઈ જવાનું લક્ષ્ય હતું : વિરાટ

પુણે : પોતાની જબરદસ્ત ડબલ સેન્ચુરીવાળી ઈનિંગ અને ગેમ વખતે પોતાના માઈન્ટસેટ વિશે વાત કરતા કોહલીએ કહ્યું હતું કે મારૂ માઈન્ડસેટ હંમેશા ટીમ ઈન્ડિયાને મદદ કરવા માટે રહે છે. મારા ખ્યાલથી જયારે તમે ટીમ વિશે વિચારો છો ત્યારે તમારા માથા પરથી પ્રેશર જતુ રહે છે. હું અત્યારે મારી લાઈફના એવા સ્ટેજ પર છું જે સ્ટેજ પરથી મને પોતાને માટે અને ટીમ માટે રમવાનું ગમે છે. મારૂ લક્ષ્ય હંમેશા ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનું રહે છે. આ ઉપરાંત કોહલીએ પોતાની અજિંકય રહાણે સાથેની જોડી તેમજ સમગ્ર ટીમના વખાણ કર્યા હતા.

(3:43 pm IST)