Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

મહેમાન ટીમને ફોલોઓન માટે દબાણ કરનાર વિરાટ પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો : ૨૦૧૨ બાદ એક પણ સિરીઝ હાર્યુ નથી

આફ્રિકાને ઈનિંગથી હરાવનાર ટીમ ઈન્ડિયા ત્રીજી ટીમ : હવે ૧૯મીથી ત્રીજો ટેસ્ટ

પુણે : બીજા ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને એક ઇનિંગ્સ અને ૧૩૭ રનથી હરાવીને ભારત ૨-૦થી સીરીઝ જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાનો ઘરઆંગણે સતત ૧૧ ટેસ્ટ-સિરીઝ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ૨૦૧૨ બાદ ભારત એક પણ સિરીઝ હાર્યું નથી. કોહલી બન્યો મેન ઓફ ધ મેચ બન્યો છે. બીજી ઈનિંગ્સમાં ઉમેશ યાદવ અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટો લીધી હતી.

વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગ્સમાં નંબર-વન ટીમ ઇન્ડિયાએ આ ટેસ્ટ મેચ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. આ મેચ જીતી ભારત ઘરઆંગણે રમાયેલી સતત ૧૧મી ટેસ્ટ-સિરીઝ જીત્યું છે, જે વર્લ્ડ રેકોર્ડ છે. અત્યાર સુધી ઘરઆંગણે સૌથી વધારે ૧૦ ટેસ્ટ-સિરીઝ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો.

ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં ચોથા દિવસે ભારત બીજી ઇનિંગ રમવા ઊતરે કે સાઉથ આફ્રિકાને ફોલોઓન રમવા મોકલે એ નિર્ણય કોહલીએ લેવાનો હતો.

અંતે ચોથા દિવસે સાઉથ આફ્રિકાની ટીમ ફોલોઓન માટે આવી. મહેમાન ટીમને ફોલોઓન માટે દબાણ કરનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. આ પહેલાં ૨૦૦૮માં લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાને ફોલોઓન કરવાનો વારો આવ્યો હતો.

(11:38 am IST)