Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

સાનિયા મિર્ઝાએ બેબી શાવરમાં પહેર્યો એવો ડ્રેસ કે સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ: ભારે ચર્ચા

નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના પ્રથમ બાળકના જન્મ અંગે ઘણી જ ઉત્સાહિત છે. સાનિયાએ જ્યારેથી ગર્ભાવસ્થા અંગેની જાહેરાત કરી છે ત્યારે તે સતત સમાચારમાં છવાયેલી રહે છે. આ વખતે સાનિયા મિર્ઝા પોતાના બેબી શાવરના ડ્રેસ અંગે ચર્ચામાં છવાઈ ગઈ છે.

વાત એમ છે કે, સાનિયા મિર્ઝાનું બીજું બેબી શાવર ફંક્શન હતું. આ વખતે તેનો પતિ શોએબ મલિક પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. પ્રથમ બેબી શાવરમાં મેચના કારણે શોએબ મલિક હાજર રહી શક્યો ન હતો. સાનિયા મિર્ઝાનો પ્રથમ બેબી શાવર પરંપરાગત શૈલીમાં કરાયો હતો, જેમાં સાનિયા મિર્ઝાએ એનિમલ થીમનો ડ્રેસ પહેર્યો હતો.

(1:03 pm IST)