Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ભારતે ટેસ્ટમાં સામેલ ના કર્યો પણ કાઉન્ટ્રી મેચમાં અશ્વિને 9 વિકેટ સાથે ફિફટી ફટકારી કમાલ સર્જી

ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ઓલ-રાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને ભલે વેસ્ટઈન્ડિઝ સફરમાં બંનેમાંથી એક પણ ટેસ્ટમાં રમવાની તક આપી ન હોય, પરંતુ તેના રમતની ધાર જરા પણ ઓછી થઈ નથી. આ તેણે ફરી એકવાર દેખાડી દીધુ છે. વેસ્ટઈન્ડિઝની સામે સફળતા મેળવ્યા બાદ જ્યાં આખી ટીમ સ્વદેશ પાછી આવી ગઈ છે.

ત્યાં અશ્વિન આ સમયે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે. અશ્વિને અહીં નોટિંઘમશાયર ટીમ માટે રમતા કેંટની સામે એવું પ્રદર્શન કર્યુ છે કે સૌની નજર તેની ઉપર થંભી ગઈ છે. જોકે, તેમ છતાં તેની ટીમને આ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મુકાબલામાં કેંટની ટીમે પહેલા બેટિંગ કરતાં 304 રન ફટકાર્યા હતા. આ ઈનિંગમાં નોટિંઘમશાયર માટે અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ નોટિંઘમશાયરની બેટિંગ આવી હતી. પરંતુ નોટિંઘમશાયરની ટીમ 124 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ કેન્ટની ટીમ બીજી ઈનિંગ રમવા માટે ઉતરી અને તેણે 259 રન બનાવ્યા છે. પરંતુ કેન્ટની ઈનિંગને સમેટવામાં એકવાર ફરીથી અશ્વિને કમાલ કરી દીધી હતી. અશ્વિને બીજી ઈનિંગમાં 5 વિકેટ પોતાના નામે કર્યા હતા.

આ રીતે નોટિંઘમશાયરની સામે 440 રનોનું લક્ષ્‍ય રાખ્યુ હતુ. પરંતુ નોટિંઘમશાયરની ટીમ બીજી ઈનિંગમાં પણ કોઈ ખાસ કમાલ કરી ન શકી અને ફક્ત 212 રનો પર જ ઓલ-આઉટ થઈ ગઈ હતી. નોટિંઘમશાયરની બીજી ઈનિંગમાં સૌથી વધારે રન આર. અશ્વિને ફટકાર્યા હતા. તેણે 55 રનોની ઈનિંગ રમી હતી. પરંતુ તેના સિવાય અન્ય કોઈ તેને સાથ આપી શક્યુ ન હતુ.

(8:09 pm IST)
  • પાકિસ્તાન SCO બેઠકનો બહિષ્કાર કર્યો પણ અધિકારીઓ ખાવા પહોંચી ગયા !: દિલ્હીમાં આયોજીત બે દિવસીય શંઘાઇ સહયોગ સંગઠનના મિલિટ્રી મેડિસિન સમ્મેલનનો પ્રથમ દિવસે અધિકારીઓ હાજર નહોતા રહ્યા પરંતુ ખાવા પહોંચી ગયા access_time 1:10 am IST

  • ગાયોને કપાવા પણ નહી દઇએ: ખેડૂતોના પાકને પણ નુકસાન નહી થાય: યોગી આદિત્યનાથનું વચન : ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢ પહોંચીને 1135 કરોડની 352 યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા access_time 12:51 am IST

  • બેડમિન્ટન એકેડમી શરૂ કરવા પી.વી.સિંધુને મળી આંધ્રપ્રદેશ સરકારની મંજૂરી : પાંચ એકરની જમીન ફાળવી : મુખ્યમંત્રી એસ. જગમોહન રેડ્ડીનો આભાર વ્યકત કર્યો access_time 2:02 pm IST