Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

એએફઆઇની ભૂલ: વર્લ્ડ જુનિયર ચેમ્પિયન હિમા દાસનું નામ ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથ્લેટિક ફેડરેશનની યાદીમાંથી ગાયબ

નવી દિલ્હી: ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને (એએફઆઇ) ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથ્લેટિક ફેડરેશનને (આઇએએએફ) પોતાના ખેલાડીઓની જે પ્રારંભિક યાદી મોકલી આપી છે તેમાંથી વર્લ્ડ જુનિયર ચેમ્પિયન હિમા દાસનું નામ ગાયબ હોવાના કારણે વિવિધ અટકળોને વેગ મળ્યો છે. જોકે એએફઆઇ પાસે આ યાદીમાં હિમાનું નામ સામેલ કરવા માટે ૧૬મી સપ્ટેમ્બર સુધીનો સમય રહેશે. ભારતીય ફેડરેશને ચાર બાય ૪૦૦ મીટર રિલે તથા ચાર બાય ૪૦૦ મીટર મિક્સ રિલે માટે નવમી સપ્ટેમ્બરે હિમા સહિત સાત મહિલા સ્પ્રિન્ટર્સના નામ જાહેર કર્યા હતા. આ રમતનું આયોજન દોહા ખાતે ૨૭મી સપ્ટેમ્બરથી છઠ્ઠી ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. આઇએએએફને મહિલા એથ્લેટ્સની યાદી મોકલવામાં આવી છે તેમાં હિમાના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. યાદીમાં ચાર બાય ૪૦૦ મીટર વિમેન્સ રિલે રેસ માટે વિસ્મયા વીકે, પૂવમ્મા, જિસ્ના મેથ્યૂ, વી. રેવલી, શુભા વેંકટેશન, આર. વિદ્યાનું નામ છે પરંતુ હિમાને સ્થાન મળ્યું નથી. હિમાને મિક્સ ટીમ રિલે રેસની યાદીમાં પણ સામેલ કરવામાં આવી નથી. મિક્સ ટીમમાં મોહમ્મદ અનસ, નિર્મલ નોહ ટોમ તથા અમોજ જેકબની સાથે જિસ્ના, પૂવમ્મા તથા વિસ્મયાને સ્થાન અપાયું છે.

(6:02 pm IST)