Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

આજથી વર્લ્ડ રેસલીંગ ચેમ્પિયનશીપ : બજરંગ અને વિનેશ પર રહેશે નજર

બજરંગ આ સિઝનની ચારે ચાર ટુર્નામેન્ટ જીતશે તો વર્લ્ડ નં.૧ બનશે : વિનેશ પાસે ગોલ્ડની આશા

નૂર સુલતાન : આજથી કઝાખસ્તાનમાં શરૂ થતી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ફકત ગ્લોરી માટે નહીં, પરંતુ ટોકયો ઓલિમ્પિકમાં કવોલિફાય કરવા ભારતના ટોપ રેસલરો પર નજર રહેશે. બજરેગ પુનિયા, વિનેશ ફોગાટ અને દિવ્યા કાકરાન જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે આ ચેમ્પિયનશિપની શરૂઆત કરશે. બજરંગ આ સીઝનની ચારેચાર ટુર્નામેન્ટ જીતીને વર્લ્ડ નંબર વન તરીકે રમવા ઊતરશે.

વિનેશ આ સીઝનમાં ૫૦ કિલોથી આગળ વધીને ૫૩ કિલોની નવી વેઇટ કેટેગરીમાં પ્રવેશ કર્યો હતો છતાં તે પાંચ કાઈનલમાં ૩ ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. વર્લ રેસલિંગ ચેમ્પિયનશિપમાં આજ સુધી કોઈ વિમેન ગોલ્ડ નથી જીતી શકી અને વિનેશ પાસે આ દુકાળનો અંત લાવવાનો ચાન્સ છે. ભારતના રેસલિંગ ઈતિહાસમાં ફકત સુશીલ કુમાર મેન્સ ક્રોસ્ટાઇલ ઇવેન્ટમાં ટાઇટલ જીતી શકયો છે અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બજરંગ પાસે બીજો ગોલ્ડ જીતવાનો મોકો છે.

(2:03 pm IST)