Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

રિષભ પંતે બીજાની ભૂલમાંથી શીખીને આગળ વધવુ જોઈએ : લાન્સ કલુઝનર

ધરમશાલા : સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાન્સ કલુઝનરનું માનવુ છે કે રિષભ પંત બીજાની ભૂલમાંથી શીખીને આગળ વધશે તો ભવિષ્યમાં ભારત વતી નિરંતર રમતો રહેશે. પંત જેવો શાનદાર ટેલેન્ટ ધરાવતો ક્રિકેટર સમય પહેલા મેચ્યોર થઈ રહ્યો છે. તેણે થોડો સમય આપવો જોઈએ. આ સમય દરમિયાન તે પોતાની ટેલન્ટ બતાવી શકશે. લોકો એમ માનતા હોય છે કે પ્લેયરે પોતાની ભૂલમાંથી શીખવુ જોઈએ પણ મારૂ માનવુ છે કે પ્લેયરે બીજાની ભૂલમાંથી શીખવુ જોઈએ, કારણ કે પ્લેયર પોતે ભૂલ કરે, તેને ભાન થાય, ભૂલ સુધારે અને એમાંથી શીખે એમા ઘણો ટાઈમ જાય અને બીજામાંથી શીખે તો ઘણો સમય બચે.

(2:03 pm IST)