Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

વડોદરામાં આંતર રાષ્ટ્રીય એશિયન ટેબલ ટેનિસ સ્પર્ધાનો ખેલમંત્રી કિરણ રીજ્જુનાં હસ્તે પ્રારંભ

ચાઈના, હોંગકોંગ,થાઈલેન્ડ સહીત આઠ દેશોના ખેલાડીઓ જોડાયા

 

વડોદરામાં આંતરાષ્ટ્રીય એશિયન ટેબલ ટેનિસ સ્પર્ધા ખુલ્લી મુકવામાં આવી હતી. રાષ્ટ્રીય ખેલ મંત્રી કિરણ રિજ્જુના હસ્તે સ્પર્ધા ખુલ્લી મુકવામાં આવી હતી. આ વર્ષે છઠ્ઠી સ્કૂલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.

 

  આ સ્પર્ધામા ચાઇના, હોંગકોંગ, થાઇલેંડ, ઇન્ડોનેશિયા, યુએઇ, બાંગ્લાદેશ, નેપાલ સહિત 8 દેશોના ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે ગુજરાતના ખેલાડીયોમાં ઘણુ પોટેન્શિયલ છે. તેમણે ઉમેર્યુ હતું કે દેશના ખુણે ખુણેથી પ્રતિભાવો દેશને મળી રહી છે.

(11:06 pm IST)