Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

મહિલા ક્રિકેટ 24 વર્ષ પછી કોમનવેલ્થ ગેમ્સનો બનશે હિસ્સો: આઠ ટીમો લેશે ભાગ

નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ) એ મંગળવારે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં 2022 માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી 20 ક્રિકેટને સમાવિષ્ટ કરવાની જાહેરાત કરી હતી. વર્ષ 2022 માં બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 27 જુલાઈથી 7 ઓગસ્ટ દરમિયાન યોજાશે, જેમાં લગભગ 45000 રમતવીરો 18 રમતોમાં ભાગ લેશે.સ્પર્ધાની તમામ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આઠ મહિલા ક્રિકેટ ટીમો તેમાં ભાગ લેશે અને તે આઠ દિવસ સુધી રમવામાં આવશે. 1998 પછી આ પહેલી વાર છે જ્યારે રાષ્ટ્રમંડળ રમતોમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.1998 માં કુઆલાલંપુરમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં, દક્ષિણ આફ્રિકાની પુરુષ ટીમે 50 ઓવરના ફોર્મેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સીજીએફના પ્રમુખ લુઇસ માર્ટિને કહ્યું, "આજે એતિહાસિક દિવસ છે અને અમે રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં ક્રિકેટ પરત આવવાનું સ્વાગત કરીએ છીએ."

(5:24 pm IST)