Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

૨૪ વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ નો સમાવેશ

ર૦૧રમાં મહિલા ટી૨૦માં ૮ ટીમ ભાગ લેશે

દુબઈ : ૨૪ વર્ષ બાદ હવે કોમનવેલ્થ ગેમ્સ માં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા આ શકય કરવામાં આવ્યું છે. ૨૦૨૨ની ૨૭ જુલાઈથી સાત ઓગસ્ટ સુધી બર્મિંગઘમમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૯૯૮ બાદ કોમનવેલ્થમાં ક્રિકેટનો ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૨૨માં આઠ ટીમ ભાગ લેશે અને દરેક મેચ એડબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે. જોકે આ રમતમાં હાલમાં વિમેન્સ ટી૨૦નો જ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ૨૦૨૮માં મેન્સ ક્રિકેટનો પણ સમાવેશ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

(1:21 pm IST)