Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સાઉથ આફ્રિકાના દિગ્ગ્જ બેટ્સમેન ગેરી કર્સ્ટન બન્યા કાર્ડીફની પુરુષ ટીમના કોચ

ભારતના ભૂતપૂર્વ કોચ ગૈરી કર્સ્ટનને આગામી વર્ષે થનારી 'ધ હંડ્રેડ લીગ' માટે કાર્ડિફની પુરુષ ટીમના કોચ તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૈરી કર્સ્ટનના માર્ગદર્શનમાં ભારતે ૨૦૧૧ માં વર્લ્ડ કપ જીત્યો હતો અને તે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમથી પણ જોડાઈ રહ્યા હતા  તે બીગ બેશમાં હોબાર્ટ હરિકેન્સના પણ ભાગ રહ્યા છે.

  એક ક્રિકેટ વેબસાઈટે ગૈરી કર્સ્ટનના સંદર્ભથી જણાવ્યું છે કે, 'આ પહેલા હું ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ સાથે કોચિંગના દ્રષ્ટિકોણથી સંકળાયેલ નથી. આ તક મળવી અને કાર્ડિફ જવું શાનદાર છે.' આ નવું પ્રારૂપ છે અને આશા કરુ છુ કે, તે ઘણું આગળ વધશે.'

    ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને છેલ્લા વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપનું ટાઈટલ જીતાડનાર મેથ્યુ મોટ કાર્ડિફની મહિલા ટીમની કોચ હશે. આઠ ટીમોની આ નવી લીગની ૨૦૨૦ માં જુલાઈ અને સપ્ટેમ્બરની વચ્ચે રમાવવાની આશા છે. આ લીગમાં ૧૦૦ બોલની મેચ હશે જેમાં ૧૦ બોલની ઓવર હશે. આ લીગમાં ખેલાડી એલબીડબલ્યુ આઉટ આપવામાં આવશે નહીં.

(11:27 am IST)
  • ભારે વરસાદની તારાજી બાદ ૧૦ જીલ્લાઓના ૨.૫૫ લાખ લોકોને ૪.૦૮ કરોડ કેશડોલરની રકમ ચૂકવતી રાજય સરકાર : ૫ જીલ્લામાં રૂ.૬.૩૨ કરોડની ઘરવખરી સહાય : ૨૦ જીલ્લાના ૫૯૪૪૮ લોકોને ૧૦૨ સલામત સ્થળે ખસેડાયા : ૧૧ એમ.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનોની ટુકડીએ રાહત - બચાવ કાર્ય કર્યુ : પૂર ગ્રસ્તોને ૮ લાખ ફૂડ પેકેટોનું વિતરણ કરાયુ access_time 4:18 pm IST

  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST

  • જામનગરમાં આજે બપોરે વરસાદી ઝાપટું પડતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર access_time 3:18 pm IST