Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સ ઝઘડાના આરોપમાં નિર્દોષ જાહેર

27 વર્ષીય સ્ટોક્સ પર બ્રિસ્ટલમાં ઝગડાનો આરોપ લાગ્યો હતો :જ્યુરીએ નિર્દોષ ગણાવ્યો

બ્રિસ્ટલ :ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સને બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટમાં ઓછા ક્રોસ એક્ઝામિનેશન બાદ જ્યૂરીએ ઝગડાના આરોપોમાં નિર્દોષ ગણાવ્યો છે આ નિર્ણયનો અર્થ છે કે સ્ટોક્સ ભારત વિરુદ્ધ શનિવારથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. 

  ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચ માટે 13 સભ્યોની ટીમની સોમવારે જાહેરાત કરી હતી, પરંતુ તેની સાથે કહેવામાં આવ્યું હતું કે સ્ટોક્સની ટીમમાં પસંદગીનો નિર્ણય મામલાની સુનાવણીના પરિણામ પર નિર્ભર કરે છે. 

 ગત વર્ષે સપ્ટેમ્બરમાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ વનડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા બાદ 27 વર્ષીય સ્ટોક્સ પર બ્રિસ્ટલમાં ઝગડાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં એક અન્ય આરોપી રેયાન અલી પણ નિર્દોષ સાબિત થયો. 

(10:56 pm IST)