Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

બીસીસીઆઇએ કોહલી પર ખરાબ પ્રદર્શનના લીધે કર્યા સવાલ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બંને ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત શરમજનક દેખાવ બાદ આખરે બીસીસીઆઇ હરકતમાં આવી ગયું છે. કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રીને ભારતીય ટીમના કંગાળ પ્રદર્શન માટે બીસીસીઆઇ દ્વારા કઠેડામાં ઉભા રાખી સવાલ પૂછવામાં આવી શકે છે. બીસીસીઆઇના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, 'મેદાન બહાર ગેરશિસ્તને કારણે મેદાનની અંદર ભારતીય ટીમનો ખરાબ દેખાવ જોવા મળી રહ્યો છે. ખેલાડીઓ એક ટીમ તરીકે શા માટે સાથે રહી શકતા નથી? અડધી ટીમ બસમાં, અડધી ટીમ ટ્રેનમાં શા માટે મુસાફરી કરે ? ટીમ સ્પિરિટ ક્યાં છે? ટીમનું વાતાવરણ આવું ડહોળાયેલું રહેશે ત્યાં સુધી તેનો દેખાવ પણ કથળેલો જોવા મળશે. '

 

નિવેદન સાથે બીસીસીઆઇએ સંકેત આપ્યા છે કે ભારતીય ટીમમાં અંદરોઅંદર ખટરાગ પ્રવર્તી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટમાંથી નિર્ણય લેવા માટે વિરાટ કોહલીને છૂટો દોર આપવા સામે પણ બીસીસીઆઇ નારાજ છે. કોહલી કોઇને ગણકાર્યા વિના આપખુદ બનીને નિર્ણય લઇ રહ્યો હોવાનું બીસીસીઆઇના ધ્યાનમાં આવ્યું છે. મુદ્દે પણ બીસીસીઆઇ કોહલીને સવાલો પૂછી શકે છે. બીસીસીઆઇના ટોચના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, 'દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટશ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે એવું બહાનું કર્યું હતું કે તેમને તૈયારી માટે પૂરતો સમય મળ્યો નહોતો અને વ્યસ્ત કાર્યક્રમને કારણે તેઓને પૂરતી પ્રેક્ટિસ મેચ પણ રમવા મળી નહોતી.

(4:52 pm IST)