Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ટેબલ ટેનિસ: નાઈજેરિયા ઓપનમાં ભારતના ખાતામાં એક રજત, એક કાંસ્ય

નવી દિલ્હી:ભારતના ટેબલ ટેનિસ ખેલાડી રોહિત ભાંજા દ્વારા અંડર 21 ચેમ્પિયનશિપ નાઈજેરિયા ઓપન પુરુષ એકલ વર્ગમાં રજત પદક પર કબ્જો મેળવી લીધો છે. જયારે પુરુષ યુગલ વર્ગમાં અભિષેક યાદવ અને સાર્થક ગાંધીની જોડીએ કાંસ્ય પદક મેળવ્યું છે. રોહિતે ફાઇનલમાં ચીનના શાઓબો વાન્ગ સામે 3-0થી હારીને ગોલ્ડ મેડલ મેળવવામાં અસફળ રહ્યો હતો. જયારે પુરુષ યુગલમાં અભિષેક અને સાર્થકે સેમિફાઇનલમાં ફ્રાન્સની જોડી એલેકઝેન્ડર રોબીનોટ અને જોઈ સેફ્રાઈડથી 9-11,11-13,6-11થી માત મેળવીને કાંસ્ય પદક મેળવ્યું હતું.

(4:51 pm IST)