Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઓનલાઇન ચેસ ઓલિમ્પિયાડમાં વિદિત ગુજરાતી ભારતનું નેતૃત્વ કરશે

ચેન્નાઈ, તા. ૧૪: પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને દેશના ટોચના ખેલાડી વિશ્વનાથન આનંદ અને અખિલ ભારતીય ચેસ મહાસંઘ(AICF) પસંદગી સમિતિની ચર્ચા બાદ ભારતે બીજા નંબરના ખેલાડીની ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરી છે.

પસંદગી સમિતિમાં AICF અધ્યક્ષ પી.આર.વેંકટરામા રાજા અને માનદ સચિવ વિજય દેશપાંડે સામેલ હતા.  ભારતના બીજા નંબરના ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતીની ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. જે ઓનલાઈન ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેશે. વિશી આંનદ અને પસંદગી સમિતિના સૂચન બાદ AICFઅધ્યક્ષ પી.આર.વેંકટરામા રાજાએ આ નિર્ણય લીધો છે. ટીમમાં પી.હરિકૃષ્ણા અને રાષ્ટ્રીય ચેમ્પિયન અરવિંદ ચિદમ્બરમ, વિશ્વ રેપિડ ચેમ્પિયન કોનેરૂ હમ્પી, ડી.હરિકા અને યુવા ખેલાડી આર.પ્રાગનાનંદા પણ સામેલ છે.

ભારતીય પુરૂષ ટીમ : વિશ્વનાથન આનંદ, વિદિત ગુજરાતી(કેપ્ટન), પી.હરિકૃષ્ણા અને અરવિંદ ચિદમ્બરમ (રિઝર્વ)

મહિલા ટીમ : કોનેરૂ હમ્પી, દ્રોણાવલ્લી હરિકા, ભક્તિ કુલકર્ણી અને આર.વૈશાલી(રિઝર્વ)

જૂનિયર છોકરા :  નિહાલ સરીન, આર.પ્રાગનાનંદા (રિઝર્વ)

જૂનિયર છોકરીઓ : દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ (રિઝર્વ)

(4:06 pm IST)