Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

IPLમાં ટીમોની સંખ્યાને આઠથી વધારી ૧૦ કરાશે

આઈપીએલના વિસ્તરણ માટેનો તખ્તો તૈયાર : હવે અદાણી ગ્રુપ, તાતા ગ્રુપ અને અન્ય કેટલાક કોર્પોરેટ હાઉસ ફ્રેન્ચાઇઝીસ મેળવવા માટે ખુબ જ ઉત્સુક બન્યા

મુંબઈ, તા. ૧૪ : ઇન્ડિયન પ્રિમિયર લીગના વિસ્તરણ માટેની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. પ્રાપ્ત માહિતી મુજબ હવે ટીમોની સંખ્યા આઠથી વધારીને ૧૦ કરવાની હિલચાલ ચાલી રહી છે. અદાણી ગ્રુપ (અમદાવાદ માટે), આરપીજી-સંજીવ ગોયન્કા ગ્રુપ (પુણે માટે) અને તાતા (રાંચી અને જમશેદપુર માટે) અન્ય કેટલાક કોર્પોરેટ હાઉસ ટોપ બિડર્સ તરીકે મેદાનમાં ઉતરવા માટે તૈયારી કરી રહ્યા છે. આઈપીએલની બોલબાલા જોરદારરીતે વધી રહી છે. ક્રિકેટ પ્રોપર્ટી તરીકે તેની બોલબાલા વધી છે. ટીમોની સંખ્યા આઠથી વધારીને ૧૦ કરવામાં આવી શકે છે. બીસીસીઆઈએ પ્રથમ વખત ૨૦૧૧માં વિસ્તરણના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, અનેક પ્રકારના વિવાદો થયા બાદ આને લઇને વિવાદ ટાળવાના પ્રયાસો થયા હતા. હવે ફરી એકવાર ટીમોની સંખ્યા વધારવાની તૈયારી કરી લેવામાં આવી છે. વિસ્તરણ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. આઈપીએલના માલિકો અને કારોબારીઓ હાલમાં જ લંડનમાં મળ્યા હતા જેમાં લીગ વિસ્તરણના મુદ્દા પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા જાણકાર લોકોએ કહ્યું છે કે, આગામી આઈપીએલની એડિશન પહેલા ચોક્કસપણે સંખ્યા વધી જશે. બેઠકમાં તમામ પાસા પર ચર્ચા થઇ હતી. ૨૦૨૦માં બે નવી ફ્રેન્ચાઈઝીસના પરિણામ સ્વરુપે આઈપીએલને રાહત થશે. આની સાથે જ ખેલાડીઓને પણ મોટી રાહત થશે. ૨૦૨૧માં વ્યવસ્થા અલગરીતની રહેશે. ઉભરતા ખેલાડીઓને અલગ અલગ પ્રકારના મંચ મળી રહેશે. આગામી રાઇટ સિઝનમાં કેટલાક પાસાઓ ઉપર ચર્ચા થશે. ટેસ્ટ અને વનડે ચેમ્પિયનશીપમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે આઈપીએલમાં મેચો વધુને વધુ રમાઈ રહી છે. દુનિયાના ખેલાડીઓ આઈપીએલમાં રમી રહ્યા છે. સ્ટાર ઇન્ડિયાના વડા ઉદય શંકરે ૨૦૧૭માં પાંચ વર્ષ માટે આઈપીએલના અધિકારો ૧૬૩૪૭ કરોડ રૂપિયામાં મેળવી લીધા હતા. તેમનો હજુ સુધી સંપર્ક કરી શકાયો નથી પરંતુ સુત્રોના કહેવા મુજબ તેમને પણ કોઇ વિરોધ નથી. અમદાવાદ શહેરના મોટેરા સ્ટેડિયમ નવેસરથી પૂર્ણરીતે તૈયાર છે. નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તૈયાર છે તેના દ્વારા રજૂઆત કરવામાં આવશે. અમદાવાદ ફ્રેન્ચાઈઝીસ મેળવવા માટે ૨૦૧૦માં નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ અદાણી ગ્રુપ ફરી એકવાર મેદાનમાં આવી શકે છે. બીજી બાજુ પુણેના પરા વિસ્તારમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી છે. પુણે આઈપીએલમાં રમી પણ ચુકી છે. જમશેદપુરમાં ફ્રેન્ચાઇઝીસ મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. નવા નવા બિઝનેસ ગ્રુપ ફ્રેન્ચાઈઝ મેળવવા મેદાનમાં છે.

IPLમાં ટીમો વધશે....

*   આઇપીએલમાં ટીમોની સંખ્યા વધારાશે

*   ઉભરતા ક્રિકેટરોને તેમની કુશળતા દર્શાવવાની તક મળશે

*   અદાણી ગ્રુપ, આરપીજી સંજીવ ગોયન્કા ગ્રુપ અને તાતા ગ્રુપ તેમજ અન્ય કોર્પોરેટ હાઉસ ટોપ બિડર્સની તૈયારીમાં

*   આઇપીએલની બોલબાલા દિન પ્રતિદિન વધી રહી છે

*   લંડનમાં હાલમાં જ આઈપીએલમાં ટીમ વધારવા મુદ્દે ચર્ચા થઇ ચુકી છે

*   ૨૦૨૦માં બે નવી ફ્રેન્ચાઇઝીસની રજૂઆતથી આઈપીએલને ફાયદો થશે

*   આઇપીએલમાં દુનિયાના તમામ ખેલાડીઓ રમી રહ્યા છે

*   પાંચ વર્ષના આઈપીએલના અધિકારો ૨૦૧૭માં સ્ટાર ઇન્ડિયાએ ૧૬૩૪૭ કરોડમાં મેળવી લીધા હતા

(8:08 pm IST)