Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની સેમિ ફાઈનલમાં મેરેથોન જંગ

નવી દિલ્હી: ફૂટ ૧૦ ઈંચ ઊંચાઈ ધરાવતા અમેરિકાના આઇસનસ અને ફૂટ આઠ ઈંચ ઊંચાઈ ધરાવતા સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન વચ્ચે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની સેમિ ફાઈનલમાં મેરેથોન જંગ ખેલાયો હતો. 'ટોલેસ્ટ ટેનિસ પ્લેયર્સ' વચ્ચેની હાઈવોલ્ટેજ સેમિ ફાઈનલમાં બંને ખેલાડીઓ વચ્ચે પાંચ કલાકથી વધુ સમય સુધી મેરેથોન મુકાબલો ખેલાયો હતો. આખરી સેટમાં ૨૮થી વધુ ગેમ્સ રમાઈ હતી. સોશિયલ મીડિયા પર ટોલેસ્ટ પ્લેયર્સ વચ્ચેના મેરેથોન મુકાબલાએ ભારે આકર્ષણ જમાવ્યું હતુ

 

(4:25 pm IST)