Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં પરફોર્મન્સ કરશે હોલીવુડના આ કલાકરો

નવી દિલ્હી:રશિયામાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપના સમાપન સમારંભમાં હોલીવૂડ સ્ટાર વિલ સ્મિથની સાથે સાથે એરા ઈસ્ટ્રેફી તેમજ નિકી જૅમ તેમના પર્ફોમન્સનો જાદુ ચલાવશે. ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ તારીખ ૧૫મી જુલાઈને રવિવારે ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. તે અગાઉ મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં સમાપન સમારંભનું આયોજન થશે. મોસ્કોમાં ફાઈનલ અગાઉ યોજાનારા સમાપન સમારંભ અંગે પત્રકારોની સાથે વાત કરતાં વિલ સ્મિથે કહ્યું હતુ કે, દુનિયાની સૌથી મોટી સ્પોર્ટિંગ ઈવેન્ટ્સમા સ્થાન ધરાવે છે અને જ્યારે મને તેના સમાપનમાં હાજરી માટેનું આમંત્રણ મળ્યું ત્યારે હું ખુદને અટકાવી શક્યો. મારા માટે ફૂટબોલ વર્લ્ડ કપની અત્યાર સુધીની સૌથી યાદગાર પળ ક્રોએશિયા અને રશિયા વચ્ચેની પેનલ્ટી શૂટઆઉટની રહી છે. ક્રોએશિયન ગોલકિપરે જે પ્રકારે ટીમને જીતાડી તે યાદગાર બની રહ્યું છે. ઈરા ઈસ્ટ્રેફીએ કહ્યું કે, હું ફાઈનલ અગાઉના પર્ફોમન્સ માટે રોમાંચ અનુભવી રહી છું. ઈસ્ટ્રેફીની સાથે સાથેનિકી જૅમ પણ તેના પર્ફોમન્સથી પ્રેક્ષકોનું મનોરંજન કરશે. નોંધપાત્ર છે કે, ઉદ્ઘાટન સમારભમા રોબ્બી વિલિયમ્સે હાજરી આપી હતી. દરમિયાનમાં ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ફૂટબોલની ટ્રોફીને લાવવા માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીની ફૂટબોલ ટીમના કેપ્ટન ફિલિપ લામની પસંદગી કરવામાં આવી છે. ફિફાના નિયમ પ્રમાણે ફૂટબોલ વર્લ્ડ કપની ટ્રોફીએ ઉંચકી શકે છે કે, જેઓ ભૂતકાળમાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યા હોય છે. કારણે જ્યારે ફૂટબોલ વર્લ્ડ કપ શરૃ થયો ત્યારે ૨૦૧૦ના ચેમ્પિયન જર્મનીના કેપ્ટન ઈકર કેસિયસને માત્ર વર્લ્ડ કપ ટ્રોફીને લોન્ચ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. હવે સમાપનમાં કામ ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીનો કેપ્ટન ફિલિપ લામ સંભાળશે. તેની સાથે રશિયન સુપર મોડલ નાતાલીયા વોડીનોવા પણ ઉપસ્થિત રહેશે.

(4:25 pm IST)