Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

પાકિસ્તાને 2018માં જીતી પહેલી વનડે

નવી દિલ્હી: પાકિસ્તાને 2018માં વનડે ક્રિકેટમાં અંતે જીત નોંધાવી દીધી છે. પાકિસ્તાને પાંચ મેચોની વનડે સિરીઝમાં પહેલા મેચમાં મેજબાન ટીમ જિમ્બામ્બેને 201રનથી હરાવીને વર્ષની પહેલી વનડે મેચ પોતાના નામે કરી છે. પાકિસ્તાને પહેલા જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે તેની ધરતી પર 5 મેચોની વનડે સિરીઝ રમી હતી જેમાં જીતનું ખાતું પણ ખોલ્યું હતું.

જિમ્બામ્બે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનના સલામી બેટ્સમેન ઇમામ હક(128) રન બનાવ્યા હતા. પાકિસ્તાને સાત વિકેટ પર 308 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને 32 રનમાં ચાર વિકેટ ઝડપ્યા હતા.જે તેની કેરિયરની સૌથી સારી બોલિંગ હતી. જિમ્બામ્બેની ટીમ 35 ઓવેરમાં 107 રનમાં આઉટ થઇ ગઈ હતી.

(4:24 pm IST)