Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

હાર્દિક-કૃણાલ પરિવાર સાથે મુંબઇ પહોંચ્યાઃ ટેસ્ટ કરાવશે

દિલ્હીઃ ભારતીય યુવા ટીમ મુંબઇ જવા માટે રવાના થઇ ગઇ છે. પ્રાઇવેટ પ્લેનમાં ભારતીય ટીમના ખેલાડી પોતાના પરીવાર સાથે જોવા મળે છે. ૨૮ જુને શ્રીલંકા પ્રવાસે જશે. મુંબઇમાં બે સપ્તાહ સુધી ખેલાડીઓને બાયોબબલમાં કવોરન્ટાઇન રાખવામાં આવશે.

ભારતીય ક્રિકેટની એક ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. તો બીજી ભારતીય ટીમ શ્રીલંકા સામે રમશે. શિખર ધવનની આગેવાનીમાં શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમમાં નવા ચહેરાઓ પણ સામેલ છે. તમામ ખેલાડીઓને અને સ્પોર્ટ સ્ટાફને મુંબઇ પહોંચવા માટે જાણકારી અપાઇ છે. હાર્દિક અને કૃણાલ પંડયા તેના પરીવાર સાથે મુંબઇ પહોંચ્યા હતા. તમામના  પ્લેનમાં આરટીપીસીઆર કરવામાં આવશે.

(3:33 pm IST)