Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ફિફા વર્લ્ડકપની રંગારંગ કાર્યક્રમની વચ્ચે શરૂઆત

પ્રમુખ વ્લાદીમીર પુટિને શરૂઆત કરાવીઃ મોસ્કોના મેદાન ઉપર ૮૦ હજારથી પણ વધુ લોકો હાજર

મોસ્કો, તા. ૧૪: ફિફા વર્લ્ડકપની રશિયામાં આજે પરંપરાગતરીતે શરૂઆત થઇ હતી. પ્રમુખ વ્લાદીમીર પુટિને સત્તાવારરીતે ટુર્નામેન્ટને શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. યજમાન રશિયા આજે મોસ્કોમાં ૮૦ હજારની હાજરીમાં પોતાની પ્રથમ મેચ રમ્યું હતું. આજે વિધિવત શરૂઆત થઇ ત્યારે ઓપનિંગ સેરેમનીમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બ્રાઝિલના મહાન ખેલાડી રોનાલ્ડો, બ્રિટિશ પોપસ્ટાર રોબી વિલિયમસ, રશિયન કલાકારોએ પણ રંગત જમાવી હતી. ફિફા વર્લ્ડકપમાં જુદા જુદા દેશોના કલાકારો પણ છવાઈ ગયા હતા. રોબી વિલિયમ્સે એન્જલ્સ નામનું ચાર્ટ ટોપિંગ નંબર રજૂ કર્યું હતું. બ્રાઝિલિયન સ્ટાર રોનાલ્ડોએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. ટ્રોફી સાથે કાસિલા નજરે પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયામાં ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે.  આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. તમામ ટીમોને જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. જે પૈકી ગ્રુપ એમાં રશિયા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઉરુગ્વેની ટીમો છે. બીજી બાજુ ગ્રુપ બીમાં પોર્ટુગલ, સ્પેન, મોરક્કો, અને ઇરાનની ટીમો છે. , ગ્રુપ સીમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, પેરુ અને ડેનમાર્કની ટીમો છે. આવી જ રીતે ગ્રુપ ડીમાં આર્જેન્ટિના, આઇસલેન્ડ, ક્રોશિયા અને નાઇજિરિયાની ટીમો છે. ગ્રુપ ઇમાં બ્રાઝિલ, સ્વીસ, કોસ્ટા રીકા અને સર્બિયાની ટીમ છે.  ગ્રુપ એફમાં જર્મની, મેક્સિકો, સ્વીડન અને દક્ષિણ કોરિયાની ટીમ છે. ગ્રુપ જીમાં બેલ્જિયમ, પનામા, ટ્યુનિશિયા અને ઇંગ્લેન્ડની ટીમ છે. આવી જ રીતે ગ્રુપ એચમાં પોલેન્ડ, સેનેગલ, કોલંબિયા અને જાપાનની ટીમ છે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ

(9:46 pm IST)