News of Thursday, 14th June 2018

ભારતીય મહિલા ચેસ પ્લેયરે બુરખો પહેરવા સામે નોંધાવ્યો વિરોધ : ઈરાનમાં ચેમ્પિયનશીપમાં ભાગ લેવા કર્યો ઇન્કાર

સૌમ્યા સ્વામિનાથને લખ્યું કે ફરજિયાત હિઝાબ પહેરવો એ તેમના માનવ અધિકારનું ઉલ્લંઘન

નવી દિલ્હી : ભારતની મહિલા ચેસ સ્ટાર સૌમ્યા સ્વામિનાથને ફરજિયાત બુરખો પહેરવા બાબતે ઇરાનમાં યોજાનારી ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે. આગામી મહિને ઇરાનમાં યોજાનારી ચેસ ટૂર્નામેન્ટમાંથી ભારતની સ્ટાર ચેસ પ્લેયર સૌમ્યા સ્વામિનાથન જાતે જ ટુર્નામેન્ટમાંથી નીકળી ગઇ છે. સૌમ્યા સ્વામિનાથને ફેસબૂક પર લખ્યુ છે કે, ફરજિયાત હિઝાબ પહેરવો એ તેમના માનવ અધિકારનું ઉલ્લંઘન છે.

(4:34 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST