Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

પપ્પા બન્યા બાદ હું એક સારી વ્યકિત બન્યો : ધોની

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને આઈપીએલમાં ચેન્નઈની ટીમને ત્રીજી વખત ચેમ્પિયન બનાવનાર મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું કે મને નથી ખબર પપ્પા બન્યા બાદ એક ક્રિકેટર તરીકે મારામાં કેટલો ફેરફાર થયો છે, પરંતુ એક વ્યકિત તરીકે મારામાં જરૂર બદલાવ આવ્યો છે, કારણ કે દિકરીઓ પપ્પાને બહુ વહાલી હોય છે. જયારે ઝીવાનો જન્મ થયો હતો ત્યારે હું ત્યાં નહોતો. વળી વધુ સમય ક્રિકેટમાં જ પસાર થતો હતો. એથી જયારે પણ ઝિવા ભૂલ કરતી તો તેને મારૂ નામ આપીને ડરાવવામાં આવતી. તે જયારે જમતી નહોતી તો મને કહેવામાં આવતુ કે પપ્પા આવશે, જમી લે એથી શરૂઆતમાં તો તે મને જોઈને ડરતી હતી. આઈપીએલ દરમિયાન ઝીવા ઘણી વખત જોવા મળી હતી. ધોનીએ કહ્યું હતુ કે મેં તેની સાથે આઈપીએલ દરમિયાન મજાનો સમય વિતાવ્યો. તે હંમેશા મેદાન પર જવા માગતી હતી જે એના માટે ઘાસ હતું. વળી ટીમમાં ઘણા બધા બાળકો હતા.

(4:31 pm IST)