Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મેક્સિકનો રાફા માર્કેઝ પાંચમો વર્લ્ડ કપ રમીને રચશે ઇતિહાસ

નવી દિલ્હી: ફૂટબોલ વર્લ્ડ કપમાં કુલ મળીને ૭૩૬ ખેલાડીઓ ભાગ લેશે. જેમાં મેક્સિકનો રાફા માર્કેઝ પાંચમો વર્લ્ડ કપ રમીને ઈતિહાસ રચી દેશે. ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં રાફા માર્કેઝ અગાઉ માત્ર ત્રણ ખેલાડીઓ એવા છે કે, જેઓ વર્લ્ડ કપની રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી શક્યા છે. યાદીમાં મેક્સિકોના એન્ટોનીયો કારબાજાલ, જર્મનીના લોથાર મેથ્યૂસ અને ઈટાલીના જીજી બફોનનો સમાવેશ થાય છે. ૭૩૬ માંથી ૨૦૦ ખેલાડીઓ એવા છે કે, જેઓ અગાઉ પણ વર્લ્ડ કપમાં રમવાની સિદ્ધિ ધરાવે છે.૨૦૧૪ માં બ્રાઝિલમાં રમાયેલા વર્લ્ડ કપમાં ભાગ લેનારા ૧૮૬ ખેલાડીઓ વર્લ્ડ કપમાં રમશે. ૨૦૧૦ માં સાઉથ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપમાં ભાગ લેનારા ૬૧ ખેલાડીઓ વર્લ્ડ કપમાં જોવા મળશે.૨૦૦૬ માં જર્મનીમાં રમાયેલા વર્લ્ડ કપમાં રમેલા ૨૧ ખેલાડીઓ રશિયામાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. ૨૦૦૨માં સાઉથ કોરિયા-જાપાનમાં રમાયેલા વર્લ્ડ કપમાં રમેલો એકમાત્ર રાફા માર્કેઝ વર્લ્ડ કપ સુધી પહોંચી શક્યો છે.

(4:02 pm IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST