News of Wednesday, 13th June 2018

કીવીઝની મહિલા ક્રિકેટરે રચ્યો ઇતિહાસ :માત્ર 17 વર્ષની ઉંમરે ફટકારી બેવડી સદી: વનડેમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એમેલિયા કેરએ અણનમ 232 રન ફટકાર્યા :આયર્લેન્ડ વિરુદ્ધ સૌથી નાની વયે બેવડી સદીનો રેકોર્ડ સ્થાપ્યો

 

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની 17 વર્ષીય મહિલા ક્રિકેટર એમેલિયા કેરએ ઇતિહાસ રચ્યો છે સૌથી નાની વયે અણનમ 232 રન બનાવી રેકોર્ડ સ્થાપ્યો છે આયર્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારતા  તે વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની ક્રિકેટર (પુરૂષ કે મહિલા) છે. બેવડી સદી ફટકારનાર બેલિંડા ક્લાર્ક બાદ બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન બેલિંડા ક્લાર્કનો 21 વર્ષ પહેલા બનાવેલો અણનમ 229 રનનો વર્લ્ડ રેકોર્ડ (મહિલા ક્રિકેટ)ને પણ તોડી દીધો છે. 16 ડિસેમ્બર, 1997ના ક્લાર્ડે ડેનમાર્ક વિરુદ્ધ 155 બોલમાં અણનમ 229 રન ફટકાર્યા હતા

  ઓપનર એમેલિયાએ આયર્લેન્ડ વિરુદ્ધ તોફાની બેટિંગ કરતા માત્ર 145 બોલમાં અણનમ 232 રન ફટકાર્યા. દરમિયાન તેણે 31 ફોર અને 2 સિક્સ ફટકારી. તેની સ્ટ્રાઇક રેટ 160ની રહી હતી. તેની સાથે કાસ્પરેક (113)ની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડ વિરુદ્ધ નિર્ધારિત 50 ઓવરમાં માત્ર 3 વિકેટે 440 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ટીમે સતત ત્રણ મેચમાં 400થી વધુ રન ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. બંન્ને સિવાય કીવી ટીમની ઓપનર એમી સ્ટેર્થવેટે 45 બોલમાં 61 રન ફટકાર્યા હતા

   ડબલિનમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. કેરિયરનો માત્ર 20મો મેચ રમી રહેલી કેરના મેચની શરૂઆત ખૂબ ધીમે કરી. તેને અડધી સદી સુધી પહોંચવા માટે 45 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ તે વધુ આક્રમક બની અને આગામી 50 રન માત્ર 32 બોલમાં પુરા કર્યા. 77 બોલમાં તેણે સદી પુરી કરી તો 102 બોલમાં તેણે 150 રન ફટકારી દીધા. 134માં બોલ પર બાઉન્ટ્રી ફટકારીને 200નો આંકડો પાર કર્યો. દરમિયાન તેને બે જીવનદાન પણ મળ્યા. કેરના વનડે કેરિયરની પ્રથમ સદી છે. પહેલા તેનો બેસ્ટ સ્કોર 81 રન અણનમ હતો

   મહિલા ક્રિકેટમાં બેલિંડા ક્લાર્ક અને કેરે વનડેમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે, જ્યારે પુરૂષ ક્રિકેટની વાત કરીએ તો પાંચ બેટ્સમેનોએ બેવડી સદી ફટકારી છે. તેમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, માર્ટિન ગુપ્ટિલ અને ક્રિસ ગેલનું નામ સામેલ છે. રોહિત શર્માએ સૌથી વધુ ત્રણવાર બેવડી સદી ફટકારી છે. વનડેનો હાઇએસ્ટ સ્કોર 264 રોહિત શર્માના નામે છે, જે તેણે 13 નવેમ્બર 2014ના રોજ કોલકત્તામાં શ્રીલંકા વિરુદ્ધ બનાવ્યો હતો.

(12:10 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST