Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

૨૦૧૯ના વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંનેને ચેમ્પિયન જાહેર કરવાની જરૂર હતી

નવી દિલ્હી : ૨૦૧૯ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિજેતા બન્યું હતું, પરંતુ ન્યુઝીલેન્ડના શાનદાર પર્ફોર્મન્સથી સૌ પ્રભાવિત થયા હતા. બાઉન્ડ્રી કાઉન્ટના નિયમને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડ જીત્યું હતું અને એથી જ આ નિયમની ભરપૂર ટીકા કરવામાં આવી હતી. દ્યણા ક્રિકેટસ આ નિયમનો વિરોધ કર્યો હતો અને એમાં ગૌતમ ગંભીરન પણ સમાવેશ થાય છે.  ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું કહેવું છે કે 'મારા ખ્યાલથી પાછલા વર્લ્ડ કપમાં જોઇન્ટ વર્લ્ડ કપ વિનર જાહેર કરવા જોઈતા હતા. ઈંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ મળ્યું એ સારી વાત છે, પણ સાથે-સાથે ન્યુ ઝીલેન્ડ એ તક ચૂકી ગઈ એ વાતનો પણ અફસોસ છે. જો તમે ન્યુઝીલેન્ડનો ઓવરઓલ રેકોર્ડ જોશો તો તેઓ સતત સારું રમતા આવ્યા છે.

(3:46 pm IST)