Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

IPLમાં હીટ કોણ ફલોપ કોણ ?

વરૂણ ચક્રવતીની ૧ વિકેટની કિંમત ૮.૪ કરોડ એચ કરનના ૧ રનની કિંમત ૭.૫૮ લાખઃ જયદેવ ઉનડકટને ૧ વિકેટ ૮૮ લાખમાં મળી

મુંબઈ, તા.૧૪: આઈપીએલ-૧૨નું ટાઇટલ જીતીને મુંબઈ પરત ફરેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું જોરદાર સ્વાગત થયું. સોમવારે ટીમના માલિક મુકેશ અંબાણીની બિલ્ડિંગ એંટીલિયાથી ટીમનું ખુલી બસમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. રેકોર્ડ ચોથી વખત ચેમ્પિયન બનેલી ટીમના તમામ ખેલાડીઓનો જોશ અને ખુશી જોઈ શકાતી હતી. આ જશ્ન વચ્ચે આઈપીએલ-૧૨ના એવા ખેલાડીઓની ચર્ચા થવી જરૂરી છે. જેણે પોતાની ટીમને પોતાની કિંમતના પૂરા પૈસા વસુલ કરાવ્યો કે જે મોંઘા ભાવ પર ફ્લોપ રહ્યાં.

સુપરહિટ મોંઘા ખેલાડી

૧. જોની બેયરસ્ટોઃ ડેવિડ વોર્નરની સાથે મળીને ધમાકેદાર ઓપનિંગ જોડી બનાવી અને બોલરો સામે આકરા પ્રહારો કર્યા હતા. ટીમઃ હૈદરાબાદ વેચાણઃ ૨.૨ કરોડ રૂપિયા, પ્રદર્શનઃ ૧૦ મેચોમાં ૪૪૫ રન, ૧ સદી અને ૧ અડધી સદી.

૧ રનની કિંમતઃ ૪૯,૪૩૮ રૂપિયા

૨. સૈમ કરનઃ ઈંગ્લેન્ડના આ ફાસ્ટ બોલરે આઈપીએલ-૧૨ની પ્રથમ  હેટ્રિક દિલ્હી વિરુદ્ઘ ઝડપી અને એક અડધી સદી ફટકારી. વેચાયોઃ ૭.૨ કરોડ રૂપિયા ટીમઃ કિંગ્સ ઇલેવન પંજાબ પ્રદર્શનઃ ૯ મેચોમાં ૯૫ રન અને ૧૦ વિકેટ, એક રનની કિંમતઃ ૭.૫૮ લાખ રૂપિયા, એક વિકેટની કિંમતઃ ૭૨ લાખ રૂપિયા

૧. જયદેવ ઉનડકટઃ સૌરાષ્ટ્રના આ ફાસ્ટ બોલર માટે આ સિઝન ખરાબ સપના સમાન હતી. દરેક ઓવરમાં ૧૦થી વધુ રન આપ્યા. ટીમઃ રાજસ્થાન રોયલ્સ, વેચાયોઃ ૮.૪ કરોડ રૂપિયા, પ્રદર્શનઃ ૧૧ મેચોમાં ૧૦ વિકેટ, એક વિકેટની કિંમતઃ ૮૪ લાખ રૂપિયા

૨. વરૂણ ચક્રવર્તીઃ બોલિંગમાં વિવિધતાના દમ પર બેસ પ્રાઇઝથી ૪૨ ગણી વધુ કિંમત પર વેચાયો હતો આ સ્પિનર. ઈજાને કારણે માત્ર એક મેચ રમ્યો. ટીમઃ પંજાબ, વેચાણઃ ૮.૪ કરોડ રૂપિયા, પ્રદર્શનઃ ૧ મેચમાં ૧ વિકેટ, એક વિકેટની કિંમતઃ ૮.૪ કરોડ રૂપિયા

૩. શિવમ દુબેઃ ગત વર્ષે મુંબઈ ટી૨૦ લીગમાં એક ઓવરમાં ૫ છગ્ગા ફટકારીને ચર્ચામાં આવેલો પરંતુ આઈપીએલમાં પર્દાપણ ખરાબ રહ્યું. ટીમઃ બેંગલોર, કિંમતઃ ૫ કરોડ રૂપિયા, પ્રદર્શનઃ ૪ મેચોમાં ૪૦ રન અને કોઈ વિકેટ નહીં, એક રનની કિંમતઃ ૧૨.૫૦ લાખ રૂપિયા, એક વિકેટની કિંમતઃ શૂન્ય, પૈસા વસૂલ ખેલાડી, રિયાન પરાગઃ ૧૭ વર્ષનો આ ઓલરાઉન્ડર આઈપીએલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો. નામચીન બોલરો સામે ટક્કર લેવામાં સફળ રહ્યો. ટીમઃ રાજસ્થાન રોયલ્ય, કિંમતઃ ૨૦ લાખ રૂપિયા, પ્રદર્શનઃ ૭ મેચોમાં ૧૬૦ રન અને ૨ વિકેટ, એક રનની કિંમતઃ ૧૨૫૦૦ રૂપિયા, એક વિકેટની કિંમતઃ ૧૦ લાખ રૂપિયા.

(3:26 pm IST)