Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

IPL -2018 કિંગ્સ ઇલેવન પંજાબ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો 10 વિકેટે આસાન વિજય

વિરાટ કોહલીએ 28 બોલમાં 48 રન અને પાર્થિવે 22 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા

 

આઇપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની ટીમ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો 10 વિકેટે આસાન વિજય થયો છે કિંગ્સ ઇલેવન પંજાબના . 89 રનનાં લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી બેંગલુરૂની ટીમે વિના વિકેટે લક્ષ્યાંક સર કર્યો હતો. બેંગલુરૂ તરફથી વિરાટ કોહલીએ 28 બોલમાં અણનમ 48 અને પાર્થિવ પટેલે 22 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા.

   પહેલા કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. સમગ્ર ટીમ ફક્ત 88 રનનાં સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી મેચમાં RCBના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો.

   પંજાબ માટે કેએલ રાહુલ (21) અને ક્રિસ ગેલ (18)ની જોડી ઓપનિંગ જોડીએ રમતની શરૂઆત કરી હતી, પરંતુ સીઝનમાં પાવર પ્લેમાં સૌથી ખતરનાક બોલર બની ચૂકેલા ઉમેશ યાદવે પોતાની આગળની ઓવરમાં પહેલાં કેએલ રાહુલને ફાઇન લેગ બ્રાઉન્ડ્રીની પાસે કેચ કરાવ્યો. તો ઓવરમાં ત્રીજા બોલ બદ ક્રિસ ગેલને પણ મિડ વિકેટ પર આઉટ કરી એક સાથે બે ઝાટકા આપ્યા.

બેંગલુરૂ તરફથી ઉમેશ યાદવે 3, સિરાજ 1, ચહલ 1, ગ્રાન્ડહોમ 1 અને મોઇન અલીએ 1 વિકેટ ઝડપી હતી.

(12:52 am IST)