Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

એશિયન ચેમ્પિયન્સ હોકી સ્પર્ધામાં

ભારતીય મહિલા ટીમનો જાપાન સામે ૪-૧થી વિજય : હવે બુધવારે ચીન સામે મુકાબલો

ગઈકાલથી સાઉથ કોરીયામાં શરૂ થયેલી પાંચ દેશોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પહેલી મેચમાં જાપાનને ૪-૧થી પરાજીત કરીને વિજયી શરૂઆત કરી હતી. ડિફેન્ડર સુનીતા લાકડા ટીમની કેપ્ટન છે. યુવા ફોરવર્ડ નવનીત કૌરે મેચની સાતમી, પચીસમી અને પંચાવનમી મિનિટે ગોલની હેટ-ટ્રીક કરી હતી. એક ગોલ અનુપા વર્માએ ૫૩મી મિનિટમાં કર્યો હતો. જાપાનનો એક માત્ર ગોલ ૫૮મી મિનિટમાં અકી યામાડાએ કર્યો હતો. ભારતની બીજી મેચ હવે બુધવારે ચીન સામે થશે. આ સ્પર્ધામાં ભારત સિવાય જાપાન, ચીન, મલેશીયા અને સાઉથ કોરીયા ભાગ લઈ રહ્યા છે. ૨૦૧૬માં ભારતીય ટીમે ફાઈનલમાં ચીનને ૨-૧થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

(3:56 pm IST)