Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

પહેલી ટસ્ટ મેચમાં આયરલેન્ડની કફોડી હાલત

પાક. ૩૧૦/૯ ડીકલેર : આયરલેન્ડ ૧૩૦માં ઓલઆઉટ, ફોલોઓન બાદ બીજા દાવમાં ૬૪/૦

આયરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ડબ્લિનમાં શરૂ થયેલી ઐતિહાસિક પહેલી ટેસ્ટ મેચમાં આયરલેન્ડની હાલત કફોડી બની છે. પાકિસ્તાને પહેલી ઈનિંગ્સમાં ૯૬ ઓવર બાદ ૯ વિકેટે ૩૧૦ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. પાકિસ્તાન વતી ફહીમ અશરફે ૮૩ અને અસદ શફીકે ૬૨ રન બનાવ્યા હતા.

આયરલેન્ડની પહેલી ઈનિંગ્સ ૪૭.૨ ઓવરમાં ૧૩૦ રનમાં ઓલઆઉટ થઈ હતી. કે. જે. બ્રાયને ૪૦ અને ગેરી વિલ્સને નોટઆઉટ ૩૩ રન બનાવ્યા હતા. પાકિસ્તાન વતી મોહમ્મદ અબ્બાસે ૪૪ રનમાં ૪, શાદાબ ખાને ૩૧ રનમાં ૩, મોહમ્મદ આમીરે નવ રનમાં બે અને ફહીમ અશરફે ૧૮ રનમાં એક વિકેટ લીધી હતી, ગઈકાલે ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે આયરલેન્ડે  ફોલોઓન બાદ બીજી ઈનિંગ્સમાં વિના વિકેટે ૬૪ રન બનાવ્યા હતા. તેઓ હજી ૧૧૬ રનથી પાછળ છે.

(3:53 pm IST)