Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ક્રિકેટર દિનેશ કાર્તિક માટે હસતો સેલ્ફી લીધો શાહરૂખે

શાહરૂખ ખાને ટ્વીટર પર તેનો હસતો સેલ્ફી શેર કર્યો હતો. આ સેલ્ફી તેણે તેની ઈન્ડિયન પ્રિમીયર લીગની ટીમ કોલકતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિક માટે લીધો હતો. શાહરૂખની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે ખૂબ જ ગંદી રીતે હારી હતી અને એ માટે શાહરૂખે તેના ચાહકોની માફી પણ માગી હતી. જો કે તેની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ સામે જીતી પણ ગઈ હતી. ફોટો શેર કરતા શાહરૂખે ટ્વીટ કર્યુ હતું કે મેચની શરૂઆત પહેલા હું ખૂબ જ નિરાશ હોવાથી મારા કેપ્ટન દિનેશ કાર્તિકે મને સ્માઈલ આપવા માટે કહ્યુ હતું. આ ફોટો ફકત તેના માટે છે.

(3:52 pm IST)