Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વિલિયમસનને મળ્યો ચોથી વખત સર રિચાર્ડ હેડલી મેડલ

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને ચોથી વખત સર રિચાર્ડ હેડલી મેડલ આપવામાં આવ્યો છે, જ્યારે ડેવોન કોનવેને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ એવોર્ડ 2020-21માં વનડે અને ટી 20 પ્લેયર ઓફ ધ યર એનાયત કરાયો છે. મહિલા વિભાગમાં, એમેલિયા કેરને સુપર સ્મેશ અને આંતરરાષ્ટ્રીય ટી 20 પ્લેયર ઓફ ધ યર મળ્યો જ્યારે કેપ્ટન એમી શેથરવેટને મહિલા વનડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. વિલિયમ્સને ન્યુઝીલેન્ડ માટે ઘરેલુ સીઝનની ચાર ટેસ્ટમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે હેમિલ્ટન ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટમાં કારકિર્દીના શ્રેષ્ઠ 251 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે ક્રાઇસ્ટચર્ચમાં પાકિસ્તાન સામે બેવડી સદી પણ ફટકારી હતી. વિલિયમસનની ચાર ઇનિંગ્સમાં 639 રનના કારણે ન્યૂઝીલેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવામાં મદદ મળી. વિલિયમ્સને કહ્યું, "ટેસ્ટ સમરમાં અમારી પાસે પડકાર હતો કે તે ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું, જેના માટે ખેલાડીઓએ કામ કર્યું હતું. ટીમના કેપ્ટન અને ખેલાડી તરીકે અમને તે કરવામાં સક્ષમ હોવાનો ગર્વ છે. હુ ફાઇનલ માટે તૈયાર છીએ "

(6:28 pm IST)