Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રોહિતની અટેકીંગ ફિલ્ડીંગ કામ કરી ગઇ

કોલકતાને છેલ્લા ૩૦ બોલમાં ૩૧ રનની જરૂર હતી અને ૬ વિકેટ હાથમાં હતી, પણ ચાહર-કૃણાલ-બુમરાહ અને બોલ્ટે બાજી પલટી નાખીઃ ૧૦ રનથી મુંબઇની સીઝનની પ્રથમ જીતઃ રાહુલ ચાહર હીરો

આઇપીએલમાં ગઇ કાલે ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે કમાલનું કમબેક કરતાં કલકત્તાના હાથમાં આવેલી બાજી છીનવી લઇને ૧૦ રને ૧૪મી સીઝનમાં જીતનું ખાતું ખોલાવ્યું હતું. મુંબઇએ આપેલા ૧પ૩ રનના ટાર્ગેટ સામે એક સમયે ૧પ ઓવરમાં ૪ વિકેટે ૧રર રન બનાવી લીધા હતા અને બાકીના ૩૦ બોલમાં ૩૧ રન બનાવવા હતા.

કલકત્તાની જીત પાકકી જ લાગી રહી હતી ત્યારે મુંબઇના બોલરોએ ચતુર કેપ્ટન રોહિત શર્માના ગેમ-પ્લાનને યોગ્ય સાથ આપતાં ૧૦ રનથી યાદગાર જીત મેળવી આપી હતી. રોહિતની અટેકિંગ ફીલ્ડીંગ અસર કરી ગઇ હતી અને કલકત્તા એમાં બરાબરનું ફસાયું હતું. કલકત્તા આખરે ર૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪ર રન જ બનાવી શકયું. ર૭ રનમાં ચાર વિકેટ સાથે રાહુલ ચાહર મેન ઓફ ધ મેચ બન્યો હતો.

(3:07 pm IST)