Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ભારત-ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ૭ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમાશે

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. જયાં તે ઇંગ્લેન્ડની મહિલા ટીમ વિરૂધ્ધ એક ટેસ્ટ, ૩ વન-ડે અને ૩ ટી-૨૦ મેચની સીરીઝ રમશે.

રિપોર્ટ મુજબ ભારતીય મહિલા ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ ૧૬ જુનથી શરૂ થશે. જયાં તે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ૧૬ થી ૧૯ જુન સુધી ટેસ્ટ મેચ રમશે. ૨૦૧૪ પછી પહેલીવાર બંને ટીમો વચ્ચે ટેસ્ટ મેચ રમાશે.

જયારે ૨૭ જુનથી ૩ જુલાઇ સુધી ૩ વન - ડે અને ૯ થી ૧૫ જુલાઇ દરમિયાન ૩ જુલાઇ સુધી ૩ ટી-ટવેન્ટી મેચની સીરીઝ બંને દેશ વચ્ચે રમાશે.

(3:08 pm IST)