Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ચેન્નાઈ સુપરની વધુ એક ભવ્ય જીત : ટોપ પર હજુય અકબંધ

આગામી દોરમાં પણ ચેન્નાઈ સુપર પહોેંચી : ૮ મેચો પૈકી ચેન્નાઈ સુપરે હજુ સુધી ૭ મેચો જીતી લીધી

કોલકાતા, તા. ૧૪ : કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાયેલી આઈપીએલની મેચમાં ચેન્નાઈ સુપરે શાનદાર દેખાવ જારી રાખીને પોતાની આઠ મેચ પૈકીની સાતમી મેચમાં જીત મેળવી હતી. એક તરફી દેખાવ જારી રાખીને આ ટીમ હવે આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે લિનના ૮૨ રનની મદદથી આઠ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં ચેન્નાઇ સુપરે ૧૯.૪ ઓવરમાં ૧૬૨ રન કરીને મેચ જીતી લીધી હતી. ચેન્નાઈ સુપર તરફથી સુરેશ રૈનાએ ૫૮ રન કર્યા હતા. જ્યારે જાધવે ૨૦ રન કર્યા હતા. જાડેજાએ ૧૭ બોલમાં અણનમ ૩૧ ર બનાવીને મેચ જીતી લીધી હતી. આજની મેચમાં ધોની ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ કોલકાતા નાઇટ રાઇડર્સે કંગાળ શરૂઆત કરી હતી અને એક પછી એક વિકટો નિયમિત ગાળામાં ગુમાવી હતી. આજની મેચમાં કોલકાતાના મેદાન પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળી હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સ ઇનિંગ્સઃ

 

લિન

કો. ઠાકુર બો. તાહિર

૮૨

નારેન

કો. ડુપ્લેસિસ બો. સેન્ટનર

૦૨

રાણા

કો. ડુપ્લેસિસ બો. તાહિર

૨૧

ઉથપ્પા

કો. ડુપ્લેસિસ બો. તાહિર

૦૦

કાર્તિક

કો. ડુપ્લેસિસ બો. ઠાકુર

૧૮

રસેલ

કો. સબ બો. તાહિર

૧૦

ગિલ

કો. જાડેજા બો. ઠાકુર

૧૫

ચાવલા

અણનમ

૦૪

કુલદીપ

રનઆઉટ

૦૦

વધારાના

 

૦૯

કુલ

(૨૦ ઓવરમાં ૮ વિકેટ)

૧૬૧

       

પતન  : ૧-૩૮, ૨-૭૯, ૩-૮૦, ૪-૧૨૨, ૫-૧૩૨, ૬-૧૫૦, ૭-૧૬૧, ૮-૧૬૧.

બોલિંગ : ચહર : ૪-૦-૩૬-૦, ઠાકુર : ૪-૦-૧૮-૨, સેન્ટનર : ૪-૦-૩૦-૧, જાડેજા : ૪-૦-૪૯-૦, તાહિર : ૪-૦-૨૭-૪

ચેન્નાઈ સુપર કિંગ્સ ઇનિંગ્સ :

વોટસન

એલબી બો. ગુર્ને

૦૬

ડુપ્લેસિસ

બો. નારેન

૨૪

રૈના

અણનમ

૫૮

રાયડુ

કો. ઉથપ્પા બો. ચાવલા

૦૫

જાધવ

એલબી બો. ચાવલા

૨૦

ધોની

એલબી બો. નારેન

૧૬

જાડેજા

અણનમ

૩૧

વધારાના

 

૦૨

કુલ

(૧૯.૪ ઓવરમાં ૫ વિકેટે)

૧૬૨

પતન : ૧-૨૯, ૨-૪૪, ૩-૬૧, ૪-૮૧, ૫-૧૨૧.

બોલિંગ : ક્રિષ્ના : ૪-૦-૩૦-૦, ગુર્ને : ૪-૦-૩૭-૧, રસેલ : ૧-૦-૧૬-૦, નારેન : ૪-૧-૧૯-૨, કુલદીપ : ૩-૦-૨૮-૦, ચાવલા : ૩.૪-૦-૩૨-૨

(9:35 pm IST)