Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

ધોનીની ટીમ પ્રથમ સ્થાન પર હજુ અકબંધ

મુંબઈ, તા. ૧૪ : આઇપીએલમાં આવતીકાલે મુંબઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાનાર છે. ઇન્ડિયન પ્રિમિયર લીગની રોમાંચક શરૂઆત થયા બાદથી એક પછી એક રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. હજુ સુધી કેટલીક ટીમોનો દેખાવ અપેક્ષા મુજબ રહ્યો નથી જ્યારે ચેન્નાઈ સુપરે હંમેશાની જેમ જ જોરદાર દેખાવ જારી રાખ્યો છે.  આઈપીએલની શરૂઆત થયા બાદ પ્રથમ તબક્કામાં શ્રેણીબદ્ધ મેચો રમાશે. ત્યારબાદ આગામી તબક્કો શરૂ થશે. આઈપીએલમાં ઉભરતા યુવા ખેલાડીઓને શાનદાર દેખાવ કરવાની તક રહેલી છે. સાથે સાથે દુનિયાભરમાં વિતેલા વર્ષોમાં છવાયેલા ખેલાડીઓ પણ પોતાની તાકાત દર્શાવી રહ્યા છે જેમાં ક્રિસ ગેઇલ, ડેવિડ વોર્નર, મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ થાય છે. બીજી બાજુ વિરાટ કોહલીની બેંગ્લોરની ટીમ અપેક્ષા મુજબ દેખાવ કરી શકી નથી અને તેની હજુ સુધી પ્રારંભિક તમામ મેચોમાં હાર થઇ છે. જો કે, હજુ વાપસી કરવાની તક રહેલી છે પરંતુ પોઇન્ટ ટેબલમાં હાલમાં છેલ્લા ક્રમાંક ઉપર આ ટીમ રહેલી છે. આઈપીએલમાં પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.

ટીમ

મેચ

જીત

હાર

પોઈન્ટ

રનરેટ

ચેન્નાઈ સુપર કિંગ્સ

૧૨

૦.૨૯૯

કોલકાતા નાઇટ રાઇડર્સ

૦.૪૩૪

મુંબઇ ઇન્ડિયન્સ

૦.૨૦૯

દિલ્હી કેપિટલ

૦. ૧૯૭

કિંગ્સ ઇલેવન પંજાબ

-૦.૦૯૩

સનરાઈઝ હૈદરાબાદ

૦.૮૧

રાજસ્થાન રોયલ્સ

-૦.૫૮૭

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

-૧.૨૦૨

(8:20 pm IST)