Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

જર્મનીમાં આયોજીત બોક્સિંગ વર્લ્ડ કપમાં મીના કુમારીને ગોલ્ડ, બાસુમાત્રે અને સાક્ષીને સિલ્વર મેડલ મળ્યો

નવી દિલ્હીઃ સ્ટ્રાજાં કપમાં ગોલ્ડ મેડલ જીતનાર મીના કુમારી મૈસરામ (54 કિલો)એ જર્મનીના કોલોનમાં આયોજીત બોક્સિંગ વિશ્વકપ-2019માં શનિવારે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો જ્યારે સાક્ષી (57 કિલો) અને તિલાઓ બાસુમાત્રે (64 કિલો)એ ફાઇનલમાં હાર બાદ સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. ભારતે આ પ્રતિષ્ઠિત યૂરોપીય ટૂર્નામેન્ટમાં પાંચ મેડલ પોતાના નામે કર્યાં હતા.

 પિંકી રાની (51 કિલો) અને પરવીન (60 કિલો)એ બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યો હતો. ત્રણ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ સિવાય વર્ષ 2014માં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મીનાએ ફાઇનલમાં થાઈલેન્ડની માચાઈ બુનિયાનુતને હરાવી હતી. મીનાને નાનો ડ્રો હોવાને કારણે સીધી ફાઇનલ રમવાની તક મળી હતી. હાલની યુવા વિશ્વ ચેમ્પિયન સીક્ષાને બે વખતની રાષ્ટ્રમંડળ સિલ્વર મેડલ વિજેતા માઇકેલા વાલ્શ સામે પરાજય મળ્યો હતો.

આયર્લેન્ડની માઇકેલાએ 18 વર્ષની સાક્ષીને 5-0થી પરાજય આપ્યો જેણે પ્રથમવાર કોઈ એલીટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ઈન્ડિયા ઓપન વિજેતા પિલાઓએ ચીનની ચેનગ્યૂ યાંદ વિરુદ્ધ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ તે ચીની ખેલાડીના પડકારને પાર ન કરી શકી અને ખંડિત નિર્ણયના આધાર પર હારી ગઈ હતી.

 

(1:10 pm IST)