Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સ્કવોશમાં ભારતીય જોડીને મળી ફાઇનલમાં હાર

નવી દિલ્હી:સ્કવોશમાં ભારતીય જોડી દીપિકા કાર્તિક પલ્લિકલ અને સૌરવ ઘોષાલને કોમનવેલ્થ ગેમ્સની સ્કવેશ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યું છે. ભારતીય જોડીને ઓસ્ટ્રેલિયાની જોડી ડોન ઉરખાર્ટ અને કેમરૂન પિલ્લઈએ 29 મિનિટમાં11-8,11-10થી હરાવીને ગોલ્ડ મેડલ મેંદી લીધું છે.

સ્ક્વોશમાં ભારતનો એક મેડલ નિશ્ચિત બની ગયો છે. દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની જોડી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન જોડીનો સામનો કરશે.ભારતની દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલે મિક્સ ડબલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આજે રમાયેલી સેમિ ફાઈનલમાં ભારતીય જોડીએ ન્યુઝીલેન્ડના કોલ અને કિંગની જોડીને ત્રણ ગેમની અત્યંત રોમાંચક સેમિ ફાઈનલમાં ૯-૧૧, ૧૧-૮, ૧૧-૧૦થી હરાવીને ગોલ્ડ મેડલના મુકાબલા માટે ક્વોલિફાય કર્યુ હતુ. 

(6:40 pm IST)