Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપનો પ્રારંભ

નવી દિલ્હી: બેડમિંટનની સિઝનમાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપનો આવતીકાલથી પ્રારંભ થશે. દુનિયાના ટોચના બેડમિંટન ખેલાડીઓ વચ્ચે ચેમ્પિયન બનવા માટે જંગ જામશે, જેમાં ભારતની પી.વી. સિંધુ, સાયના નેહવાલ, કિદામ્બી શ્રીકાંત તેમજ એચ.એસ. પ્રનોય અને સાઈ પ્રણિત જેવા ખેલાડીઓ પણ ટાઈટલ જીતવા માટે દાવેદારી નોંધાવશે. આ તમામ ખેલાડીઓ સિંગલ્સ કેટેગરીમાં સ્પર્ધામાં ઉતરશે. ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં ભારતની ચાર ડબલ્સ જોડીઓ પણ સ્પર્ધામાં ઉતરવાની છે. ઈન્ડોનેશિયા ઓપનના સેમિ ફાઈનલીસ્ટ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી તેમજ મનુ અત્રી અને બી.સુમીત રેડ્ડી મેન્સ ડબલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે વિમેન્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડી સ્પર્ધામાં ઉતરશે. મિક્સ ડબલ્સમાં પ્રનવ જેરી ચોપરા અને એન. સિક્કી રેડ્ડીની જોડી ભાગ લઈ રહી છે. વર્લ્ડ રેન્કિંગમાં હાયર રેન્ક ધરાવતા પી.વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંતને આસાન ડ્રો મળ્યા છે. સિંધુને પ્રથમ રાઉન્ડમાં થાઈલેન્ડની ઓછી જાણીતી ખેલાડી પોનપાવી ચોચુવોંગ સામે રમવાનું છે. જ્યારે કિદામ્બી શ્રીકાંતની ટક્કર ફ્રાન્સના બ્રાઇસ લેવેરઝેડ સામે થશે. જોકે સાયના નેહવાલને મુશ્કેલ ડ્રો મળ્યો છે અને તેને પહેલા જ રાઉન્ડમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતી તાઈપેઈની તાઈ ત્ઝુ યીંગ સામે રમવાનું છે. સાયના વર્લ્ડ નંબર વન સામે તેની છેલ્લી સાત મેચો હારી ચૂકી છે. પ્રણિતની ટક્કર વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતા સાઉથ કોરિયાના સોન વાન હો સામે થશે. જ્યારે પ્રનોયનો મુકાબલો તાઈપેઈના ચોઈ ટીએન ચેન સામે થશે. અત્યાર સુધી માત્ર ભારતના માત્ર બે જ ખેલાડી ચેમ્પિયન બની ચૂક્યા છે. પ્રકાશ પદુકોણેએ ૧૯૮૦માં મેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું હતુ. જે પછી ૨૦૦૧માં પુલેલા ગોપીચંદે આ ખિતાબ મેળવ્યો હતો. ભારતની સાયના નેહવાલ ૨૦૧૭માં અહી ફાઈનલમા પ્રવેશી હતી, પણ તેને સ્પેનની કારોલીના મરીને હરાવી હતી. જ્યારે ભારતની પી.વી. સિંધુ ૨૦૧૭માં અહી ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી શકી હતી.

(6:24 pm IST)
  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 10:38 am IST

  • અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં આગ:મોડાસા મામલતદાર ઓફિસની બાજુમાં લાગી આગ : વેસ્ટ વિભાગમાં આગના કારણે ઓછું નુકશાન :મોડાસા ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવ્યો : મોટી ઘટના થતા બચી access_time 1:06 am IST

  • મોરબીમાં ખાનગી શાળામાં પરિક્ષા આપી રહેલ વિદ્યાર્થીની બેભાન બની જતાં ૧૦૮ દ્વારા ટૂકી સારવાર અપાઈ બાદમાં પરીક્ષા ખંડમાં પરીક્ષા દેવા માટે બેસાડવામાં આવી access_time 5:14 pm IST