Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

નાટકીય રીતે સુપરસિકસમાં પહોંચી અફઘાનિસ્તાનની ટીમ

વર્લ્ડકપ કવોલીફાયર્સમાં હોંગકોંગને હરાવનાર નેપાલને ખરાબ રનરેટને કારણે થયુ નુકશાનઃ વિન્ડીઝ તમામ ગ્રુપ- મેચ જીત્યુ

ઝિમ્બાબ્વેમાં રમાતા વર્લ્ડકપ કવોલીફાયર્સમાં ભારે અપસેટ સર્જાયો હતો જેને કારણે પોતાની ત્રણ મેચ હારનાર અફઘાનિસ્તાનની ટીમને સુપરસિકસમાં પહોંચવાની તક મળી ગઈ હતી. સુપર સિકસમાં ટોચ પર રહેનારી બે ટીમોને ૨૦૧૯માં યોજાનારા વર્લ્ડકપમાં રમવાની તક મળશે. સોમવારે ગ્રુપબીની ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડની મેચ ટાઈ થઈ હતી. આ બંને ટીમો સુપરસિકસમાં પહોંચી ચૂકી હતી, પરંતુ આ ગ્રુપની અન્ય મેચમાં નેપાલે હોન્ગકોંગને પાંચ વિકેટે હરાવ્યુ હતું, પરંતુ જીત બાદ પણ નેપાલ કવોલીફાય ન કરી શકયુ. નેપાલ, હોન્ગકોન્ગ અને અફઘાનિસ્તાન ત્રણેય ટીમોના બે-બે પોઈન્ટ હતા, પરંતુ સારા રનરેટને કારણે અફઘાનિસ્તાન સુપરસિકસમાં પહોંચનારી ત્રીજી ટીમ બની છે.

બીજી તરફ ગ્રુપ-એમાંથી વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને યુનાઈટેડ આરબ એમીરેટ્સ (યુએઈ) ટીમ સુપરસિકસમાં પહોંચવામાં સફળ થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ પોતાની તમામ ગ્રુપ - મેચ જીત્યુ છે.

(5:15 pm IST)